સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા


SHARE





ટંકારા: પાલણપીરના મેળામાં સાસંદ-ધારાસભ્ય સહિતઓએ દાદાનાં દર્શન કર્યા

ટંકારા તાલુકાના હડમતિયા મુકામે પાલણપીરની મેડીએ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું  છે જેમાં રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં હતાં. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, રણછોડભાઈ મકવાણા, મોરબી જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા તેનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને મંદિરનાં ટ્રસ્ટી દેશા આપાગરનું વિશેષ અભિવાદન કરાયું હતું અને પાલણપીરનાં મંદિરે આવેલા રાજકીય આગેવાનોએ મંદિરના વિકાસ માટે તન, મન, ધનથી મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. જેથી પાલણપીર સેવા સમિતિ વતી અર્જુનભાઈ ચૌહાણ, નાગજીભાઈ ચૌહાણ, ચંપાબેન મારૂ સહિતનાં પ્રતિનિધિઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News