મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

મૂળ જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા અને હાલ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ સરદાર સ્કૂલ સામેના ભાગમાં રહેતા વિજયભાઈ સવજીભાઈ પાટડીયા (૩૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે બીજા માળે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ વિશાલભાઈ સવજીભાઈ પાટડીયા (૨૭) રહે.હાપા ખારી વિસ્તાર જામનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભીખુરામ નાગલદાસ નામનો ૩૦ વર્ષનો યુવાન પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા એકટીવા ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રવાપર રોડ નરસગ ટેકરી મંદિર પાસે આવેલ કર્તવ્ય એપાર્ટમેન્ટ નજીક બાઇકમાંથી નીચે પડી જતા કંચનબેન શાંતિલાલ કોટડીયા (૫૬) રહે.જોધપર નદી ને ઇજા થવાથી અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ડાભી નામનો ૩૪ વર્ષનો યુવાન લાતી પ્લોટ પાસેના વિશાલ ફર્નિચર પાસેથી જતો હતો ત્યાં લાતી પ્લોટ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના કાશીપર ગામે વાડી વિસ્તારમાં તબિયત લથડી જતા યશપાલ દેવાભાઈ લુંભાણી નામના ૧૬ વર્ષને સારવાર માટે આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના મૂળી ખાતેના સરા ગામના અનસોયાબેન શંકરભાઈ વરમોરા નામના ૬૬ વર્ષના વૃદ્ધા સરા ગામ પાસે આવેલ બાપાસીતારામ મઢુલી પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના સરવડ ગામના અમૃતભાઈ બેચરભાઈ ઠોરિયા નામના ૪૯ વર્ષના આધેડને મોટર સાયકલમાં પગ આવી જતા પડી ગયા હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.






Latest News