વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્ય સભાના સાંસદ-રાજમાતાની હાજરીમાં યોજાશે રાજપૂત સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ


SHARE











મોરબીમાં રાજ્ય સભાના સાંસદ-રાજમાતાની હાજરીમાં યોજાશે રાજપૂત સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવા છે જેમાં રાજ્ય સભાના સાંસદ, મોરબીના રાજમાતા સહિતના મહાનુભાવો હાજર રહેશે અને  વિધાર્થીઓને પ્રોત્સાહિત કરશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઇના છેલાલ રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તા ૩૦ જુલાઈના રોજ રવિવારે બપોરના ૩:૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ લીલાપર કેનાલ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓએ તેમજ વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનારા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે ત્યારે આ સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, મોરબીના રાજમાતા વિજયકુંવરબા, યુવરાજ સાહેબ ઓફ ભાવનગર જયવિરરાજસિંહજી ગોહીલ, ગુજરાત રાજ્ય પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ગુજરાત રાજ્ય ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, ગુજરાત રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા સહીતના આગેવાનો હાજર રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News