મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર


SHARE









વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર

વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠાની પાછળ નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીર સ્થળ ઉપરથી પાંચ શખ્સોની 73,200 ની રોકડ સાથે ધરપકકરેલ છે અને નાસી છૂટેલા બે સહિત કુલ સાત શખ્સોની સામે ગુનો નોંધી બાકીના બે રૂપિયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા ડીપરા વિસ્તારમાં નદીના પટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ બચી ગઈ હતી જોકે, પોલીસે સ્થળ ઉપરથી સુનિલભાઈ શંકરભાઈ સારલા (29), સતિષભાઈ નરસીભાઈ સોલંકી (32), રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (21), વિપુલભાઈ ઠાકરશીભાઈ હિરાણી (48) અને હુસેનભાઇ ઉર્ફે ઓટુ વલ્લીમામદભાઈ શેખાણી (39) રહે. બધા વાકાનેર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 73,200 ની રોકડ કબજે કરી હતી અને પોલીસને જોઈને નિકુંજ રમેશભાઈ ડાભી તથા સાગર ઉર્ફે હડો કોળી રહે. બંને વાંકાનેર વાળા નાસી ગયેલ હોય હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કુલ સાત શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

વરલી જુગાર

માળીયા મિયાણામાં મોટી બજાર પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા અબ્દુલભાઈ હબીભાઈ જેડા (40) રહે. માળિયા વાળો મળી આવતા પોલીસે 510 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અન માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મીલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 3250 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News