મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ


SHARE









હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં જૂના ઝઘડાનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે એક આધેડનું મોત નીપજ્યું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જયારે સમાપક્ષેથી પણ મારા મારીને નુકશાનની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા રતનબેન કાળુભાઈ પરમાર (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ નટુભાઈ પરમાર,  રવિભાઈ નટુભાઈ પરમાર, દીપકભાઈ નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યૂ છે કે, નટુભાઈના ભત્રીજા વિશાલ સાથે ફરિયાદીના પરિવારને અગાઉ ઝઘડો થયેલો હતો જેનો ખાર રાખીને આશિષભાઈને નોકરીમાંથી કાઢી નાખેલ હતો અને તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નટુભાઈએ કુહાડી વડે ફરિયાદીના પતિને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી જ્યારે આશિષભાઈએ લાકડાના ધોકા વડે માથામાં મારમારીને ઇજા કરી હતી અને ત્યારબાદ ફરિયાદીના પતિને સડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીના પતિને લોખંડના પાઇપ પડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવમાં ઈજા પામેલા ફરિયાદીના પતિ કાળુભાઈ મોહનભાઈ પરમાર (55)નું ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા નટવરભાઈ નાનજીભાઈ પરમાર (47)જયેશભાઈ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર, રતનબેન કાળુભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપીઓ કોઈપણ કારણ વગર શેરીમાં છૂટા પથ્થર ના ઘા કરેલ હતા અને ફરિયાદી સાથેના જૂના મનદુખનો ખા રાખીને ફરિયાદીને છૂટા પથ્થરના ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જયેશ પરમારે ધોકા વડે ફરિયાદીને માથામાં કપાળના ભાગે માર મારતા ચાર ટાંકા આવ્યા હતા તથા ડાબા હાથની છેલ્લી આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે આટલું જ નહીં ફરિયાદીના બાઈક નંબર જીજે 1 પીજે 8488 ને જવલંતશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધૂ હતું અને નુકસાની કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News