મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં


SHARE









વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં

વાંકાનેરના સરધારકા ગામ નજીક ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે અચાનક કાવું મારતા એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં એક્ટિવા ઉપર જઈ રહેલા બંને યુવાનોને ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના દલડી ગામે રહેતા અબ્દુલભાઈ અલીભાઇ પરાસરા (49)ટ્રક નંબર જીજે 15 એક્સ એક્સ 9944 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેરના સરધારકા રોડ ઉપર શ્રી લક્ષ્મી સ્ટોન પ્લાન્ટ પાસેથી ફરિયાદીનો દીકરો તથા ભત્રીજો એકટીવા નંબર જીજે 3 એચપી 9541 લઈને પસાર થઈ રહ્યા હતા અને પલાસડી ગામેથી તેઓ દલડી ગામ તરફ જતા હતા ત્યારે સરધારકા વાંકાનેર રોડ ઉપર ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેદરકારીથી ચલાવીને અચાનક કાવું મારતા ફરિયાદીના દીકરાના એકટીવાને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને વાસામાં પણ ફ્રેકચર થયેલું છે તેમજ ફરિયાદીના ભત્રીજાને પગમાં ફ્રેક્ચર થતા બંને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News