મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું
SHARE
મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું
સેવા પરમો ધર્મ ના સૂત્રને સાર્થક કરતાં યુવા આગેવાન આર્યન ત્રિવેદીએ ૨૫ માં જન્મદિવસ નિમિતે અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે આર્યન ત્રિવેદીએ બોડાસર આંગણવાડી કેન્દ્ર ખાતે અભ્યાસ કરતા નાના બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું હતું અને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી, બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી પેન, પેન્સિલ, નોટબુક સહિતની ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.