મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું


SHARE







મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું
મોરબીના સામાકાંઠેથી યુવતી ગુમ થઈ જતા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ કરમશીભાઈ તારબુંદીયા સતવારા (45)એ પોલીસને જાણ કરી હતી. તેઓની 20 વર્ષની દિકરી ક્રિષાબેન પ્રવીણભાઈ તારબુંદીયા ઘરેથી કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ક્રિષાબેનને નોકરી કરવી હતી પરંતુ ઘરેથી કામ કરવાની ના પાડવામાં આવતા તેણી કહ્યા વગર ઘરેથી નિકળી ગયા હતા. જોકે તે ઘરે હેમબેન પરત ફરતા પરીવારે રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માત
 વાંકાનેર હાઈવે નવા જાંબુડીયા પાસે કાર અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત થતા હેમંતકુમાર રામેશ્વરનાથ ગુપ્તા (51) રહે. શાંતિવન સોસાયટી ત્રાજપર પાસેને સારવારમાં ખસેડાયા હતા. જયારે નવા સાદુળકા ગામે હિરેનભાઈની વાડીએ દવા પી જતા દિપીકા ફુલસીભાઈ ચૌહાણ નામની 15 વર્ષની યુવતીને નિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. રફાળેશ્વર  પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા તેમાં બેઠેલા દિપક કુંવરભાઈ કલપો (32), સુરેશ મહાદેવ દિવાકર (23) પવર ઈસ્તુરભાઈ ખાખા (22), સચીન મહીલાલ ટીકર (30) રહે. બધા રફાલેશ્વર ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના બેલા પાસેની એબ્રોડ કંપનીના લેબર કવાટરમાં રહેતા વિનોદ વિજયભાઈ પરમાર (25)ને પત્ની સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયો હતો. જેથી સિવિલે સારવાર માટે લવાયો હોય તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જયારે નવા જાંબુડીયા રહેતા અનુભાઈ લાભુભાઈ ઝોલાપરા (30)ને મારામારીમાં ઈજા થતા સારવારમાં દવાખાને લઈ જવાયો હતો. બેલા ગામ પાસે ઓમ મિનરલ પાસે કામ દરમ્યાન વજનદાર વસ્તુ હાથ ઉપર પડતા ઈજા પામેલા મહમદઅલી રજાને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારી
 મોરબીના નવા મકનસર ગામે રહેતા રણજીત કાળુભાઈ આલ (26)ને ઘરે આવેલા લોકોના ટોળાએ માર મારતા તેને સારવારમાં સિવિલે લાવવામાં આવી હતી. જયારે કચ્છના ભચાઉ ખાતે રહેતા રાજેશ ગણેભાઈ ગાગલએ ઘરે ગળેફાંસો ખાતા સારવાર માટે આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

 વાંકાનેરની નાઈન એવન્યુ સોસાયટીમાં રહેતા પરીવારની નિયતીબેન સંજયભાઈ મહેતા (20) નામની યુવતી કોઈ કારણસર દવા પી ગયેલ હોય સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવી હતી.  હળવદના રણછોડગઢ ગામે રહેતો જયંતિભંઈ ચુનીલાલ સુરેલા (33) નામનો યુવાન બાઈક લઈને ગામના વાડી વિસ્તાર બાજુ જતો હતો ત્યારે ગામના શંકર મંદિર પાસે ઢોર આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હોય ઈજા થતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.  મોરબીના વીસી ફાટક પાસે બે બાઈક અથડાતા ઈજાગ્રસ્ત થયેલા રામભાઈ બુધરામ મોર્ય (42) રહે. વિજયનગર વીસીપરાને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.






Latest News