મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE







ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં

ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક આવેલ ગોકુલ કારખાનાની સામેના ભાગમાં ઇકો ગાડીના ચાલકે બે બાઇકને હડફેટે લીધા હતા જેથી ઈજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા જયસુખભાઈ કાબાભાઈ ડાભીએ હાલમાં ઇકો ગાડી નંબર જીજે 36 એસી 5879 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે આવેલ ગોકુલ કારખાના સામેથી તેઓનું બાઈક લઈને તેનો ભાઈ ભવાનભાઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ઇકો ગાડીના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને પગમાં ફ્રેક્ચર અને માથામાં જા થવાથી ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થયેલ છે આ ઉપરાંત સાહેબલભદ્રસિંહ કિરીટસિંહ જાડેજાના બાઈક નંબર જીજે 10 સીએસ 2941 ને પણ હડફેટે લેતા તેઓને પણ ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઈજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ઇકો ગાડીને ચાલકને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News