હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપડતા મોત નીપજ્યું
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ


SHARE







હળવદના વાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ

હળવદના વાડિયા ગામે રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની કુલ મળીને 26 બોટલો મળી આવતા પોલીસે 2600 ની કિંમત દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિતા-પુત્ર સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વનરાજભાઈ સિહોરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 26 નાની બોટલો મળી આવતા પોલીસે 2600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વનરાજભાઈ સિહોરા અને તેના દીકરા કરણભાઈ વનરાજભાઈ સિહોરાની સામે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીશરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ભરતભાઈ બાબુભાઈ સાગઠીયા (20) રહે. લીલાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News