મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો


SHARE











વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના બહેનના ઘરે ગઈ હતી જે બાબતે મહિલાના પતિ અને સાસુ સસરાએ તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ ઢીકાપાટુનો શરીર તથા માથામાં માર માર્યો હતો અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા શેરી નંબર 2 માં રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજા (21) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા, સસરા હરેશભાઈ માનસિંગભાઈ દેત્રોજા અને સાસુ પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા રહે. ત્રણેય નવાપરા શેરી નં-2 વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાના બહેનના ઘરે આટો મારવા ગયા હતા અને તે વાતને લઈને તેના પતિને સારું નહીં લાગતા ફરિયાદી મહિલાને તેના પતિ એ કહ્યું હતું કે તારે તારી બહેનને ત્યાં નહીં જવાનું એમ કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ફરિયાદી મહિલાને માથા તથા શરીરે ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે ફરિયાદી મહિલાના સાસુ અને સસરાએ ફરિયાદીને હોઠમાં તેમજ શરીર ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા પકડાયા

મોરબીમાં માળિયા ફાટક પાસે બી ડિવિઝન પોલિસી ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટ ના નંબર આધારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 310 રૂપિયાની રોકડ સાથે આરોપી નિલેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (22) તથા અજયભાઈ તુલસીભાઈ પરમાર (23) રહે. બંને સોઓરડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News