મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેર નજીક વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન લેબર કોલોનીના ધાબા ઉપર ગયો હતો.  ત્યારે ત્યાં કોઈ પણ કારણોસર ઉપરથી નીચે પડતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંદીપ (22) નામનો યુવાન લેબર કોલોનીના ધાબા ઉપર ગયો હતો ત્યારે ત્યાં ઉપરથી કોઈપણ કારણોસર તે નીચે પડકાયો હતો જેથી કરીને તે યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેને મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનનું આખું નામ અને સરનામા સહિતની વિગતો મેળવવા માટે થઈને પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

એક બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર થી એકટીવા નંબર જીજે 36 એન 0804 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 686 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,686 રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ચંદુલાલ લાઘણોજા રણછોડ નગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દેવાંગભાઈ જગદીશભાઈ લાઘણોજા રહે. રણછોડનગર તથા રાજેશભાઈ ઉર્ફે લાલો દિલીપભાઈ અઘારા રહે. લાલપર ગામના ગેટ પાસે મોરબી વાળાને કહેવાથી અજાણ્યા ઈસમ પાસેથી દારૂની બોટલ લેવા માટે થઈને આરોપી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News