મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા


SHARE







માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા

માળીયા (મી)ના ખાખરેચી ગામે યોજાયેલા PM કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાના કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે અને સરકારી કાર્યક્રમ હોવા છતાં તેમાં ભાજપના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું જો કે, કોંગ્રેસના તાલુકા પંચાયતના ૬ સભ્યોને આમંત્રણ ન મળતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી હતી. અને કહ્યું હતું કે, સરકારી કાર્યક્રમમાં રાજકીય ભેદભાવ કેમ રાખવામા આવે છે. અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોય તેવો ઘાટ માળીયા તાલુકામાં જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ સરકારી હતો કે ભાજપનો ? તેવો સવાલ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો અને સભ્યો અહીં મંજીરા વગાડવા બેઠા નથી. તમને ગમે તેમને જ આમંત્રણ આપવાના આ યોગ્ય નથી. વધુમાં એવું પણ કહ્યું હતું કે, કેટલાક સ્થળોએ સરપંચોને પણ આમંત્રણ આપવામાં આવતું નથી જે યોગ્ય નથી. સાથે એવી ચેતવણી આપી હતી કે, આગામી સમયમાં સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનોને આમંત્રણ ન અપાય તો કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે.




Latest News