મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી


SHARE







વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રજી. (ન્યૂ દિલ્હી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ ખાતે તેમજ મચ્છુ કાંઠા વૃદ્ધાશ્રમ ખાતે લાભાર્થીઓને ફ્રૂટકીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજના મહિલા પ્રદેશ પ્રમુખ અને તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર, સદસ્ય દામજીભાઈ ધોરીયા, અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ શાંતાબેન જાંબુકિયા, તાલુકા મહિલા ઉપપ્રમુખ રમીલાબેન સહિત આગેવાનો દ્વારા ફ્રૂટકીટ વિતરણ કરાયું હતું.




Latest News