મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ


SHARE









હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ

હળવદ નજીક આવેલ ફ્રુટ માર્કેટમાં મજૂરી કામ કરતા યુવાનો સહિત 10 જેટલા લોકો કેનાલમાં ન્હાવા માટે થઈને હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગયા હતા અને તે પૈકીના બે યુવાનો ડૂબી ગયા હતા જેથી આ અંગેની તાત્કાલિક હળવદ નગરપાલિકાને જાણ કરતા ફાયરની ટીમ ઘરના સ્થળે દોડી આવી હતી અને આ બનાવની હળવદ પોલીસની જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલમાં પણ કેનાલમાં ડૂબી ગયેલ યુવાનોને શોધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે

આજે બપોરના સમયે હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં 10 જેટલા લોકો ન્હાવા માટે થઈને ગયા હતા તે પૈકીના બે યુવાનો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી તાત્કાલિક આ બનાવની હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે હળવદની બાજુમાં આવેલ કચ્છ ફ્રુટ માર્કેટમાં મજૂરી કામ કરતા યુવાનો સહિત કુલ 10 લોકો  કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે પહેલા એક યુવાન પાણીમાં ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા માટે જતા બીજો યુવાન પણ પાણીમાં ડૂબી ગયો છે અને જે બે યુવાનો પાણીમાં ડૂબ્યા છે તેના નામ પરાશરામ દમારામ જાટ (20) અને રાજુરામ જાટ (27) હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને હજુ સુધી કેનાલમાં ડૂબી ગયેલા બેમાંથી એક પણ યુવાનનો પતો લાગ્યો નથી જેથી ફાયર, 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે






Latest News