મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન


SHARE









મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન

મોરબીમાં ગુરુવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન શરૂ થયો હતો જેથી કરીને તોતિંગ વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હતા આટલું જ નહીં પરંતુ મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનાઓ અને અન્ય કારખાનાઓના શેડ ઉપરથી પતરા ઉડી ગયા ચીને એક કે બે નહીં પરંતુ અનેક કારખાનાઓની અંદર મોટા પ્રમાણમાં નુકસાની છે જોકે સદનસીબે હાલમાં ગેસના અભાવે સિરામિકના કારખાના બંધ છે જેના કારણે કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયેલ નથી પરંતુ કારખાનેદારોને મોટું નુકસાન થયું છે

મોરબીમાં એક બાજુ ગેસ ન મળતો હોવાના કારણે સીરામીક કારખાનેદારો દ્વારા બે દિવસ પહેલા મીટીંગ કરીને સામુહિક રીતે પોતાના સીરામીક કારખાનાઓને એક મહિનો સુધી બંધ રાખીને મેન્ટેનન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી બાજુ ગુરુવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અંદાજે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો જેથી કરીને હાઈવે રોડ સહિતની જુદી જુદી જગ્યા ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો તૂટી પડ્યા હતા આ ઉપરાંત જો સીરામીક ઉદ્યોગની વાત કરીએ તો મોરબીના જાંબુડીયા રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, લગધીરપુર રોડ, હળવદ રોડ, પીપળી રોડ તથા માળીયા રોડ ઉપર સીરામીકના કારખાનાઓના મોટા મોટા સેડ હોય છે અને આ સેડમાંથી ભારે પવનના કારણે અનેક જગ્યાએ પતરા ઉડી ગયા છે જેથી કરીને કારખાનેદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જોકે હાલમાં સીરામીક કારખાનાઓની અંદર ગેસ મળતો ન હોવાના કારણે કારખાનામાં શ્રમિકો કામ કરતા ન હતા જેથી કરીને કોઈ જગ્યાએ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જોકે માત્ર સિરામિક કારખાના નહીં પરંતુ અન્ય કારખાનાઓની અંદર પણ અનેક જગ્યાએ સેડના પતરા તૂટી જવાના કારણે કારખાનેદારોને નુકસાન થયું છે






Latest News