મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો


SHARE







મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો

આજના હાઈટેક અને મોર્ડન યુગમાં પણ સમાજના છાનેખૂણે ક્યાંકને ક્યાંક પુત્ર એષણા ધૂણતી હોવાથી માત્ર પુત્રના જન્મને જ પેડા વંહેંચીને ખુશી મનાવાતી હોવાની વચ્ચે મોરબીના ચાવડા પરિવારે સાચા દિલથી દીકરીને ખરેખર વ્હાલનો દરિયો સમજી પુત્ર કરતા પુત્રી રત્નના જન્મને સવાઈ રીતે ઉજવી દીકરી ઈશ્વરના અમૂલ્ય સંસ્કારના વરદાનથી એક નહિ પણ બે કુળ તારે તેવો સમાજને મેસેજ આપ્યો છે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયાનગર શેરી નંબર 11માં રહેતા ચાવડા નરેશભાઈ પુંજાભાઈના પુત્ર સુનિલભાઈના ધર્મપત્ની કિંજલબેને દીકરીને જન્મ આપતા ચાવડા પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. આથી દીકરીના જન્મને હૈયાના હેતથી વધાવવા આખા ઘરને રંગબેરંગી ફુગ્ગા, ફૂલડા, તેમજ, રોશની અને રમકડા સાથે અનેરી સજાવટ કરવામાં આવી હતી. ચાવડા પરિવારે દીકરીના જન્મને ફૂલડે વધાવ્યો હતો. જેમાં હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે આગમન થતા માતા કિંજલબેન અને નવજાત પ્રેમાળ દીકરીને દાદી બાલુબેન, લક્ષ્મીબેન, દાદા નરેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચાવડા, કિશોર ચાવડા, મોટા પપ્પા મનોજભાઈ, મોટા મમ્મી આશાબેન, પિતા સુનિલભાઈ, ફુઈ કાજલબેન, સુરભીબેન, હેતલબેન, બહેન ક્રિષ્ના અને કાકા મુકેશભાઈ ચાવડાએ કુમકુમ તિલક કરી પેડાથી મોઢા મીઠા કરાવી આ વ્હાલસોયી દીકરીને હૈયાના હેતથી વધામણાં કરી દીર્ઘાયુની શુભકામનાઓ આપી હતી.






Latest News