મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત


SHARE







મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત

મોરબી શહેરમાં આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધીનો માર્ગ છેલ્લા લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી દ્વારા મોરબી મહાપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

મોરબીમાં આલાપ રોડ પાસે રહેતા યોગેશભાઈ રંગપડીયાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે આલાપ પાર્કથી એસ.પી રોડ સુધીનો રોડ અગાઉની રજુઆતથી આઈકોનીક રોડ બનાવવાની મંજુરી મોરબી મહાપાલીકા દ્વારા આપવામાં આવી છે. જેથી અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચથી આ રોડની ટેન્ડર પ્રકીયા પણ થઈ ગયેલ હોય પરંતુ આ બનનારા આઈકોનીક રોડ પર અનેક કાચા પાકા ગેરકાયદેસર બાંધકામો થઈ ગયેલ હોય જેથી આ દબાણો દુર કરવામાં આવે અને આ રોડની હાલત અત્યંત ખરાબ હાલતમાં હોય તેથી ખાસ રજુઆત કરવામાં આવી છે કે આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જયાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખુબ ઝડપથી હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવારના અને સાંજના સમયે ટ્રાફીક વધુ રહેતું હોવાથી આ આલાપ પાર્ક થી એસ.પી રોડના નાકા સુધીનો રોડનો ઉપયોગ સીરામીક ફેકટરીમાં જતા લોકો તેમજ પટેલનગર, આલાપપાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહીતની સોસાયટીઓ ના રહીશો કરતા હોય છે જેથી જો આ રોડ પર તાત્કાલીકના ધોરણે ડીમોલેશન અને રીપેરીંગ થાય તેવી માંગ કરી છે.






Latest News