મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટી ખાતે રહેતા વૃદ્ધે રાજા વડલા ગામે આવેલ પોતાની વાડીના કૂવામાં કોઈ પણ કારણોસર પડી જતા ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અંબારામભાઈ મઢવી (62) નામના વૃદ્ધ વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે આવેલ તેઓની વાડીના કુવામાં કોઈપણ કારણોસર પડી ગયા હતા જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઓરડીમાંથી 800 લીટર આથો - 60 લીટર દેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મકનસર ગામે રેલ્વે સ્ટેશનની બાજુમાં ગોકુલનગરની પાછળના ભાગમા રામાભાઇ રણછોડભાઈ ઝાપડાએ બનાવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો તથા 60 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 32 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામાભાઇ રણછોડભાઈ ઝાપડા રહે. રફાળેશ્વર વાળા સામે ગુનો નોધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News