ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
SHARE
ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી મોટી અસર મોરબીના સીરામીક ઉદ્યોગને થઈ રહી છે અગાઉ ગેસ ન મળવાના કારણે સીરામીકના 450 કરતા વધુ કારખાના બંધ થઈ ગયા છે અને તેનાથી પણ મોટી અસર સિરામિક કારખાનેદારોને હવે જોવા મળી રહી છે કેમકે જીસીસીના દેશોની અંદર મોરબીથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે જોકે, યુદ્ધના કારણે દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત સહિતના દેશોના પોર્ટ હાલમાં બંધ છે જેથી કરીને મોરબીથી કારખાનેદારોએ એક્સપોર્ટ માટે મોકલેલા કન્ટેનરો દરિયામાં ફરીને કે પછી કંડલા મુંદ્રા પોર્ટ ઉપરથી પાછા હવે કારખાને આવવા લાગ્યા છે અને અંદાજે 1500 જેટલા કન્ટેનર મોરબીના જુદા જુદા કારખાનેદારોને પાછા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા દર વર્ષે અંદાજે 20,000 કરોડનું એક્સપોર્ટ કરવામાં આવે છે જેમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ જીસીસીના દેશોમાં કરવામાં આવે છે જેમાં ખાસ કરીને દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત વગેરે દેશોનો સમાવેશ થાય છે અને મિડલિસ્ટમાં દર મહિને 15,000 જેટલા કન્ટેનરો અહીંથી ટાઇલ્સ ભરીને મોકલાવવામાં આવતા હોય છે જોકે હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલવામાં આવતા કન્ટેનરો ઉપર બ્રેક લાગી ગઈ છે આટલું જ નહીં પરંતુ મોરબીના કારખાનાઓમાંથી જીસીસીના દેશોમાં એક્સપોર્ટ કરવા માટે થઈને મોકલવામાં આવેલા કન્ટેનરો પણ દરિયામાં આંટા ફરીને તેમજ પોર્ટ ઉપરથી હવે કારખાને પાછા આવવા લાગ્યા છે જેથી કારખાનેદારોની ચિંતામાં વધારો થઈ ગયો છે
સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે 28 ફેબ્રુઆરીના રોજ દુબઈના પોર્ટ ઉપર યુદ્ધ દરમ્યાન ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી દુબઈનું પોર્ટ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓમાન ખાતે આવેલ સલાલા પોર્ટ, શારજહા ખાતે આવેલ ફૂજેર પોર્ટ, કતાર ખાતે આવેલ દોહા પોર્ટ અને કુવેત ખાતે આવેલ પોર્ટને હાલમાં શિપિંગ લાઈન માટે બંધ કરી દેવામાં આવ્યા છે જેથી ત્યાં કન્ટેનરો જઈ શકતા નથી અને લગભગ 10 થી 15 દિવસ સુધી શીપમાં કન્ટેનરો રાખીને દરિયામાં આંટા માર્યા પછી પણ કન્ટેનર ગ્રાહકો સુધી પહોચ્યા નથી અને પોર્ટ ઉપર જહાજ ન જતા હોવાથી હાલમાં શિપિંગ લાઈન વાળાઓ જુદા જુદા પોર્ટ ઉપર મોરબીના સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો ઉતારી રહ્યા છે. આટલુ જ નહીં પરંતુ શિપિંગ લાઈન વાળા દ્વારા તોતિંગ ભાડા પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે
વધુમાં મળતી વિગત પ્રમાણે મોરબીથી સામાન્ય સંજોગોમાં દુબઈ ખાતે કોઈ કારખાનેદાર દ્વારા પોતાનો માલ ભરેલ કન્ટેનરને મોકલવામાં આવે તો અંદાજે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાની કિંમતનો માલ તથા તેના ઉપર 50 થી 60 હજાર રૂપિયાનું ભાડું આમ કુલ મળીને ચારથી સાડા ચાર લાખ રૂપિયામાં માલ ગ્રાહક સુધી પહોંચી જતો હોય છે જોકે યુદ્ધ શરૂ થયું ત્યાર પછી મોરબીથી એક બે નહીં પરંતુ 1500 જેટલા કન્ટેનર જુદા જુદા કારખાનાઓમાંથી ભરીને મોકલવામાં આવ્યા હતા તે હજુ સુધી ગ્રાહકો સુધી પહોંચ્યા નથી અને શિપિંગ લાઇન વાળાઓ દ્વારા હાલમાં કન્ટેનરનું ભાડું 3 લાખ માંગવામાં આવે છે તેમ છતાં પણ તે કન્ટેનર ગ્રાહકો સુધી પહોંચતા નથી અને ગમે તે પોર્ટ ઉપર હાલમાં ઉતારી દેવામાં આવે છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સોના કરતાં ઘડામણ મોંઘુ તેવો ઘાટ સર્જાયો છે.
હરદીપ શિપિંગ લોજિસ્ટિક પ્રા. લિ.ના પ્રશાંતભાઈ કૈલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દર મહિને મોરબીથી સીરામીકના અંદાજે 15,000 જેટલા કન્ટેનર મિડલિસ્ટમાં મોકલવામાં આવતા હોય છે જોકે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે જેથી દુબઈ, ઓમાન, શારજહા, કતાર કુવેતના પોર્ટ બંધ થઈ ગયા છે માત્ર સહારજા ખાતે આવેલ કોર્ફકાન એક જ પોર્ટ ચાલુ છે અને ત્યાં પણ શિપને 10 થી 15 દિવસનું વેઇટિંગ હોવાના કારણે પોર્ટ ઉપર જઈ શકતા નથી જેથી કરીને શિપિંગ લાઇન વાળાઓ તેઓના સીપમાં ભરેલ માલને ગમે તે પોર્ટ ઉપર ઉતારી દે છે અને હાલમાં પાંચથી દસ ગણો ચાર્જ એક્સપોર્ટરો ઉપર લગાવવામાં આવે છે તો પણ ગ્રાહક સુધી માલ પહોંચે તેની કોઈ ગેરંટી સીપીંગ લાઈન વાળા દ્વારા આપવામાં આવતી નથી
મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાંથી એક કન્ટેનરની અંદર જે માલ ભરીને મોકલવામાં આવે તે અંદાજે ત્રણથી ચાર લાખની વચ્ચેની કિંમતનો થતો હોય છે જોકે હાલમાં શિપિંગ લાઈન વાળઓ દ્વારા તેઓના ભાડામાં પાંચથી દસ ગણો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને સરેરાશ ત્રણથી ચાર લાખ રૂપિયા હાલમાં એક્સપોર્ટરો પાસેથી માંગવામાં આવી રહ્યા છે જેથી તેઓને માલ કરતાં પરિવહનનો ખર્ચો વધુ મોંઘો પડી રહ્યો છે જેથી કેટલાક કારખાનેદારોએ તો પોતાના કારખાનેથી મોકલાવેલ માલ ભરેલા કન્ટેનરને દરિયામાં જ ખાલી કરી નાખવા માટે શિપિંગ લાઈન વાળાને કહી દીધું છે કારણ કે, જો માલને પાછો કારખાના સુધી લાવે તો માલ કરતાં ખર્ચ વધી જાય તેમ છે જેથી મોરબીના ઉદ્યોગો કારણે બહુ મોટું નુકસાન આવે તેમ છે અને એક બે નહીં પરંતુ 1500 જેટલા કન્ટેનર મોરબી પાછા આવ્યા છે જેથી માલ વેચાયો નથી અને એક એક કારખાનેદારને કન્ટેનર દીઠ અંદાજે 1.5 લાખ થી લઈને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો વધી ગયો છે.