મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા 


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીવિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા 

24 માર્ચ વિશ્વ ટીબી દિવસ  નિમિત્તે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અને આ સંસ્થાએ આ વર્ષે પણ 5 ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ છે અને તેઓને પૌષ્ટિક આહાર કિટ આપવામાં આવી છે, આ પહેલનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને પોષણ અને સહકાર આપીને તેમની સારવારમાં મદદરૂપ થવાનો છે. આ તકે ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશીનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. મોરબી જિલ્લામાં અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું માનવામાં આવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. જો કોઈપણ વ્યક્તિ આ સેવાકીય કાર્યમાં જોડાવા ઇચ્છે છે, તો તેઓએ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સાથે જોડાઈને આ સેવા યાત્રાનો ભાગ બની શકે છે.






Latest News