મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટાંકરાના વીરપર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







ટાંકરાના વીરપર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે યુવાન ઊભો હતો ત્યારે તેને અજાણ્યા વાહન ચાલકે તે યુવાનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વીબોક્સ કંપનીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા સંતોષ નંદરામભાઇ વિશ્વકર્મા (31)એ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે તેઓનો નાનો ભાઈ ઘનશ્યામભાઈ નંદરામભાઇ વિશ્વકર્મા (30) ઉભો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઘનશ્યામભાઈનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં ફરિયાદી પાસેથી મળતી પ્રમાણે તેનો ભાઈ ઘનશ્યામભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો દરમિયાન વીરપર ગામ પાસે બા ની વાડી નજીક તે રોડ ઉપર ઉભો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેનું મોત નીપજ્યું છે




Latest News