મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા


SHARE













મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા

મોરબીના વાકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર યુવાનને અજાણી કારના ચાલકે હડફેટે લેતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.

બાદમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે ટ્રાન્સપોર્ટર રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા દરબાર (ઉ.વ.૩૦) રહે.વાંકાનેર અમરનાથ સોસાયટીએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વધાસીયા ટોલનાકા પહેલા ઇટોના ભઠ્ઠા પાસે સીમસ્ટોન કારખાનની બાજુમાંથી તેમના ભાઇ (ફરીયાદીના ભાઇ)  મોટર સાયકલ નંબર જીજે ૧૩ બીએફ ૦૭૫૭ લઇને જતા હતા ત્યારે પાછળથી એક ફોર વ્હીલ કાર ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી તેમના ભાઇના મોટર સાયકલને પાછળથી ઠોકર મારી હતી જે બનાવમાં તેમના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે નાની-મોટી ઇજા કરીને સ્થળ ઉપરથી ભાગી ગયેલ છે.બનાવ અંગે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

ઇલે.શોટ લાગતા સારવારમાં

મોરબીના નવા નાગડાવાસ (મધુપુર) વિસ્તારમાં રહેતા રાધિકાબેન રાજેશભાઈ સનુરા નામની ૧૫ વર્ષીય સગીરાને તેના ઘરે કામકાજ કરતી વખતે અજાણતા ઇલે. શોર્ટ લાગી ગયો હતો જેના લીધે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબીના જેતપર રોડ બેસ્ટ પેકેજીંગ નામના યુનિટ પાસે કૌશલ કિશોરે નામના ૨૯ વર્ષના યુવાનને શુભમસિંગ નામના કોઇ માણસે માર મારતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.અને મોરબીના માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામે રહેતા મિલન દલસુખભાઈ સીતાપરા નામના ૨૬ વર્ષના યુવાને ભરતનગર ગામ કેનાલ પાસે કોઈ કારણોસર એસીડ પી લીધું હતું જેથી તેને સારવારમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીએ તપાસ કરી હતી.તેમજ મોરબીના બેલા ગામે કોઈ કારણોસર કોઈ પ્રવાહી પી જતા બેભાન હાલતમાં પ્રતાપ જયંતીભાઈ માથાસુરીયા નામના આઠ વર્ષના બાળકને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરી તપાસ કરી હતી.






Latest News