મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ


SHARE







મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ

મોરબીના રવાપર ગામ પાસેના એસપી રોડ ખાતે રહેતા પરિવારનો યુવાન દશેક દિવસ પહેલા ઘરેથી 'કારખાને જાઉં છું.' તેમ કહીને નીકળ્યો હતો. અને બાદમાં ગુમ થયો હોય પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રમેશભાઈ હરજીભાઈ પાંચોટિયા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવેલ છેકે તેમનો પુત્ર કિશન રમેશભાઈ પાંચોટિયા રહે.કસ્તુરી ગ્રીન ફ્લેટ એસપી રોડ મોરબી ગત તા.૧૪-૩ ના સવારે નવેક વાગ્યે રાબેતા મુજબ ઘરેથી કારખાને જવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો.વાંકાનેર પાસેના ઢુવા નજીક આવેલ કારખાને તે જતો હોય ત્યાં જાય છે તેમ કહીને કિશન પાંચોટીયા ઘરેથી નીકળ્યો હતો.જે બાદમાં ગુમ થયેલ છે અને તેનો કોઈ પતો લાગ્યો નથી.હાલ તેના પિતા રમેશભાઈએ પોલીસમાં જાણ કરેલી હોય પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ સંજયભાઈ બાલાસરા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબીના શનાળા રોડ સ્કાય મોલ પાસે બાઈકમાંથી પડી જતા ઇજા થવાથી શુભમ બાપુજી અનેસવ (૨૫) રહે.રત્નાગીરી મહારાષ્ટ્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી દલવાડી સર્કલ પાસે માધાપર વાડી વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ નારણભાઈ ડાભી નામના ૬૦ વર્ષના વૃદ્ધને ઘરે મારામારીમાં ઇજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા અને મોરબીની બક્ષી શેરીમાં રહેતા સચિન સતિષભાઈ શુકલા નામના ૩૩ વર્ષના યુવાનને લખધીરવાસ વિસ્તારમાં મારામારીમાં ઈજા થયેલ હોય તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.જ્યારે ઉમિયા સોસાયટી પ્રમુખ બંગલો નજીક રહેતા પ્રભુભાઈ જેરાજભાઈ ભાડેજા નામના ૬૫ વર્ષના વૃદ્ધને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા ઈજા પામેલા પ્રભુભાઈને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ વજેપર શેરી નંબર ૨૭ પાસે રહેતા ફૈઝલ સલીમભાઈ કટિયા (૩૩) તેમજ વિશાલ બાબુભાઇ થરેસા (૩૭) ને ઘર નજીક ઝઘડાના બનાવમાં ઈજા થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના નવા દેવળીયા ગામે રહેતા વશરામભાઈ ઓધવજીભાઈ ગોરીયા નામના ૬૪ વર્ષના વૃદ્ધ પુત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા અકસ્માતે ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેરના રાતીદેવડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી જાવેદ ઉસ્માનભાઈ કડીવાર (૪૦) અને જુબેદાબેન જાવેદભાઈ (૩૫) ને ઇજા થતા બંનેને અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામા આવ્યા હતા






Latest News