મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE







મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખાખરાળા ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટે લીધા હતા.જેથી ઇજા પામેલા વૃદ્ધોને સારવાર માટે ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નવલખી હાઇવે ઉપર આવેલા ખાખરાળા ગામ પાસેથી ગોવિંદભાઈ નારણભાઈ ધોરીયાણી (૭૫) અને પ્રભાબેન ત્રિભોવનભાઈ કડીવાર (૭૨) રહે.બંને મોરબી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેમને હડફટે લીધા હતા.જેથી કરીને સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ગોવિંદભાઈ અને પ્રભાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ગિરીશભાઈ મારીણીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલા સોમાણી મેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની સામેથી બાઇક લઈને જઈ રહેલા યશભાઇ પ્રવીણભાઈ ગોહેલ (૨૩) રહે.રામકો સોસાયટી તા.જી.મોરબીના બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા પશને અત્રેના શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ટીંબડી ગામ પાટીયા પાસે બાઇકને ડમ્પરના ચાલકે હડફેટ લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા સાગર હકાભાઇ આદ્રોજા (૧૩) રહે.કાવેરી સીરામીકની પાસે માળિયા હાઇવેને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

યુવતી રાજકોટ ખસેડાઈ

હળવદના રહેવાસી પરિવારની આરતીબેન વિજયભાઈ મકવાણા નામની ૧૭ વર્ષની યુવતી ગત તા.૧૨-૩ ના રાત્રીના ૧૧ વાગ્યે હળવદના સુખપર ગામના પાટીયા પાસે હતી ત્યાં અજાણ્યો ટ્રક ચાલાકે તેણીને ઠોકર મારીને ભાગી ગયો હોય પ્રાથમિક સારવાર હળવદ હોસ્પિટલ ખાતે લેવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા ખાદી ભંડાર પાસે રહેતા ભદાભાઈ લાખાભાઈ રાવા નામના ૫૩ વર્ષના આધેડ રવાપર રોડ નીલકંઠ સ્કૂલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક કૂતરું આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ઈજા પામ્યા હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

મારામારી

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા મહેમુદભાઈ અબ્દુલભાઈ અગરિયા નામના ૧૯ વર્ષના યુવાનને ગઢની રાંગ કાપડ બજાર ધારા સિલેક્શન નજીક ફિરોજભાઈ અને મોઇનભાઈ નામના બે શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોય ઇજા પામેલા મહેબૂબ અગરિયાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News