મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી કંડલા હાઇવે રોડ પર આવેલ હરીપર ગામના પાટીયા પાસે હિવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી આધેડ પોતાનું ટ્રક ટ્રેલર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી ટ્રક ટ્રેલર લઈને આવી રહેલા ડ્રાઇવરે પોતાનું વાહન આધેડના વાહનમાં અથડાવ્યું હતું જેઠીઉ કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બનાવમાં અકસ્માત સર્જના ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં કચ્છના ગાંધીધામ ખાતે જે.આર. રોડલાઇન્સ ખાતે રહેતા જગવીરસિંહ બીરબહાદુર (57)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 એવાય 4494 ના ચાલક શિવાજી ઘોડીરામ માને (48) રહે. કોહિનૂર હોટલ પાસે બાવળિયા વાળી રાજુલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે હિવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી ફરિયાદી પોતાનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 6987 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આરોપી તેનું ટ્રક ટ્રેલર લઈને આવતો હતો અને ફરિયાદીના ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં આરોપીએ તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આરોપીને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News