મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું


SHARE











મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાન આવેલું છે અને ત્યાં દાતાઓના સહયોગથી 32 લાખના ખર્ચે બનાવવામાં આવેલ નવનિર્મિત રામધૂન સત્સંગ હોલનું રામનવમીના પવિત્ર દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેની સાથો સાથ નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ, દાતાઓ સહિતના નગરજનો જોડાયા હતા.

મોરબી શહેરના લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી વિદ્યુત સ્મશાન કાર્યરત છે અને અને ત્યાં વર્ષો પહેલા રામધૂન શરૂ કરવામાં આવી હતી અને દરરોજ બપોરે 2:00 થી 6:00 સુધી યોજાતી રામધૂનમાં સત્સંગીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હતી જેથી કરીને ત્યાં 2150 ફૂટના વિશાળ શ્રી રામધૂન સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સત્સંગ હોલનું રામનવમીના દિવસે મહામંડલેશ્વર યોગીજી મહારાજ, ભાણદેવજી મહારાજ, મહંત શરદમુની ઉદાસીન, ભાવેશ્વરી માતાજી અને હંસાગીરી માતાજી તેમજ દાતાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર્યસમાજ દક્ષિણ અને વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા નવકુંડી યજ્ઞ અને મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલેખનીય છે કે, આ સત્સંગ હોલ માટે રૂપિયા 10,51,000 ઉષાબેન ભાલોડીયા (ડો. જી.પી. ભાલોડીયા) દ્વારા આપવામાં આવેલા છે વધુમાં ટ્રસ્ટીઓ પૈકીના ચંદ્રકાંતભાઇ દફતરી, દિલુભા જાડેજા તેમજ ભરતભાઈ કારીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે લોકો પોતાના નવા મકાનનું વાસ્તુ કરી છે તેવી જ રીતે આ સત્સંગ હોલ ખાતે નવ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધર્મ સભા યોજાઈ હતી જેમાં દાતાઓ સહિતનાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા છ મહિનાથી વિદ્યુત સ્મશાન ખાતે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ કંપની) પરિવાર તરફથી બનાવી આપવામાં આવેલ ઓફિસના ઉપરના માળ ખાતે દરરોજ બપોરે 2 થી 6 સુધી રામધુન ચાલતી હતી જો કે, જગ્યા નાની પડતી હતી જેથી નવા સત્સંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું  છે અને મોરબીમાં હવે કોઈપણ વ્યક્તિના સ્વજનનું અવસાન થાય અને તેઓ પોતાના સ્વજન પાછળ રામધૂન રાખવા ઈચ્છતા હોય તો બપોરના 2 થી 6 દરમ્યાન પોતાના સ્વર્ગસ્થ સ્વજનનો ફોટો લઈને ત્યાં આવી શકે છે અને તેઓના સગા સ્નેહીઓ પણ રામધૂનમાં ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાપર રોડ વિદ્યુત સ્મશાન ગૃહના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા,ઉપપ્રમુખ ભરતભાઈ કારીયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી સમીરભાઈ પંડિત, ટ્રસ્ટી દિલુભા જાડેજા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.






Latest News