મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE







માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

માળીયા મિયાણાં તાલુકાનાં મોટા દહીંસરા ગામે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી તેને રોકડા 10,500 સાથે પકડીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળિયા (મી) તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટા દહીંસરા ગામે ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લક્ષ્મણગીરી ભીખુગીરી ગોસાઈ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા અને સામતભાઈ ભીખાભાઈ બાંભવા રહે. બધા મોટા દહીંસરા માળિયા (મી.) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News