હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ


SHARE











મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ

રાજ્યના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખરીદી પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા અને મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઇન નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી પોતાના ગ્રામ્ય સ્તરે નોંધણી કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી કરવામાં આવશે. અગાઉ આ નોંધણી પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ ખેડૂતોના હિતમાં મુદત વધારીને હવે તા. ૨૭/૦૩/૨૦૨૬ સુધી રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારોએ પોતાના ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ તેમજ જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો અને બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે તેમ મોરબી જિલ્લાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.






Latest News