મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની સૂચના


SHARE













મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની સૂચના

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી તા. ૧૮થી ૨૧ દરમિયાન મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ સંભવિત માવઠાને કારણે ખેતી પાકોમાં નુકસાન ન થાય તે હેતુથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને એ.પી.એમ.સી.ને અગમચેતીના પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લામાં ખેડૂત મિત્રોએ ખેતરમાં કાપણી કરેલા પાક અથવા ખુલ્લામાં રાખેલી જણસને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવી અથવા પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવી જોઈએ. વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય તે માટે ફરતે માટીનો પાળો બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. તેવી જ રીતે, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પોતાના ગોડાઉનમાં જથ્થો સુરક્ષિત રાખવો જેથી ભેજ કે વરસાદી પાણીથી બગાડ ન થાય છે અને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારીઓએ પણ સાવચેતી રાખવી અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસ લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. આ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે સ્થાનિક ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પરથી પણ માહિતી મેળવી શકાશે. 'અગમચેતી એ જ સલામતી'ના મંત્રને અનુસરી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.




Latest News