મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
SHARE
મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર ગામે નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો હતો જયરે હળવદના નરનારાયણનગર શાળા ખાતે ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી એ.પી.સી.સી.એફ. સંજયકુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો આવી જ રીતે સંસ્કાર વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગના ઉપ સચિવ રત્નેશ શાહની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની શ્રી શાપર પ્રાથમિક શાળા, શ્રી જેતપર કન્યા તાલુકા શાળા ને રંગપરની તાલુકા શાળા ખાતે મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ (ભા.વ.સે.) ના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો. ત્યારે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે, ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક બાળક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને તે અનિવાર્ય છે. તે માટે ભણતર અને ગણતર બંને જરૂરી છે. તેમણે શિક્ષકોને પણ બાળકોને સ્નેહપૂર્વક ભણાવવા તથા તેના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. આ તકે જેતપર સરપંચ જયંતીભાઈ બોચિયા, રંગપર સરપંચ મેઘરાજસિંહ ઝાલા, સાપર સરપંચ રવીરાજસિંહ જાડેજા, ગાળા સીટ તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ દલસાણીયા સહિતના હાજર રહ્યા હતા.
હળવદ તાલુકાના નરનારાયણનગર ખાતે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ વન વિભાગના ગાંધીનગર સ્થિત એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (APCCF) સંજયકુમાર શ્રીવાસ્તવની હાજરીમાં યોજાયો હતો. સરકારી શાળાના આંગણે નાના-નાના ભૂલકાઓનું વહાલભેર નામાંકન કરાયું હતું. આવી જ રીતે હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગના ઉપ સચિવ રત્નેશ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો. મહાનુભાવોએ નાના-નાના ભૂલકાઓ અને બાળકોનું વહાલભેર નામાંકન કરાવ્યું હતું આ તકે હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ અને ઉપ પ્રમુખ સતીષભાઈ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નગરપાલિકાના સદસ્યઓ, અગ્રણીઓ, વાલીઓ, શાળાના શિક્ષકઓ તેમજ બાળકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.