મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ

ગુજરાતના ગૌરવ એવા સિંહ અનેતમામ વન્યપ્રાણીઓની સાથે તેમના સંરક્ષણ અને સંવર્ધન ની સાથે તેમના અસ્તિત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વન વિભાગ દ્વારા રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીમાં નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો

મોરબીની ઉમા વિદ્યા સંકુલ સહિત મોરબીની વિવિધ શાળાઓમાં વન વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં અંદાજિત ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ રેલી કાઢવામાં આવી હતી તેમજ વન્ય પ્રાણીઓ વિશે પ્રાથમિક સમજ અને વન્ય પ્રાણીઓ નું મહત્વ દરેક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત વૃક્ષ વાવી તેનું જતન કરવા અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી હતી.

મોડેલ સ્કૂલ મોટીબરાર

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ગીર જંગલ એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. આ સિંહોનું સંરક્ષણ તેમજ વન્ય પ્રાણીઓનું સંવર્ધન આપણી સૌની નૈતિક ફરજ છે. આ હેતુસર વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી જ વન્યજીવો પ્રત્યે પ્રેમ, સંવેદના અને જાગૃતિ કેળવવા માટે મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહના સંરક્ષણને અનુલક્ષીને સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને વન વિભાગના અધિકારીઓ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેર રેન્જ મોરબી દ્વારા વન્ય પ્રાણીઓનું મહત્વ તેમજ સિંહ અને માનવ જીવન વચ્ચે બનતાં ઘર્ષણ વિશે અને સિંહને બચાવવા લોકભગીદારીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય બી.એન. વિડજા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News