મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા


SHARE







મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા

મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તાર રજડતા ઢોરને પકડવા માટેનું કામ એએનસીડી શાખા દ્વારા કરવામાં આવે છે અને ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટી દ્વારા જાહેર માર્ગ પરથી 3,527 પશુ પકડેલ છે.

મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા ઓગસ્ટ 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ થતાં 3,527 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. અને વિવિધ વિસ્તારમાંથી તથા જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાપાલિકાના નંદીઘરમા 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવેલ છે. ખાસ કરીને મોરબીમાં 306 પશુ માલિકોને લાયસન્સ, 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ, 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 2,920 પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે.






Latest News