મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત

મોરબીના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામગીરી કરતા સમયે મશીન ઉપરથી આધેડ પડી ગયા હતા માટે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી આધેડને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજારામ સુમેરા વર્મા (50) નામના આધેડ કારખાનામાં નાઈટ શિફ્ટમાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચરખા ઉપરથી પડી જવાના કારણે તેઓને શરીર3એ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ઓમ હોસ્પિટલ અને ત્યારબાદ તેને શ્રીજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં
મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો મનોરમાદાસ ગોપાલદાસ અધિકારી (32) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાનના લગ્નને 15 વર્ષ થયા છે અને તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશા ચાલી રહી છે.

સા કરડી ગયો
માળીયાના મોટીબડાર ગામે રહેતા રમેશભાઈ હટીલાના નવ વર્ષના બાળક ભોલુ હટીલાને વાડીએ સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના માટે રોડ ઉપર ટીટા ચોકડી પાસે રહેતા સંજયભાઈ લવિંગભાઈ (25) નામના યુવાનને જાંબુડીયા ગામના પાટીયા પાસે બાઈક હડફેટે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો

ટંકારાના વીરવાવ ગામે શક્તિનગરમાં રહેતા વજુભાઈ માનાભાઈ (25) નામના યુવાનને સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News