મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે થોડા દિવસો પહેલા ફાયરિંગ કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી તે યુવાનની સગીર દીકરીને પોતાના પિતા યાદ આવતા હતા જેથી તેને પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશનની સામેના ભાગમાં રહેતી સાનાબેન હૈદરભાઈ મોવર (15) નામની સગીરાએ પોતે પોતાના ઘરની અંદર બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોતાની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની વાત કરી હતી. વધુમાં આ બનાવની તપાસ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી પ્રમાણે મૃતક સગીરાને તેના પિતા કે જેમની થોડા સમય પહેલા જ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી તેની યાદ આવતી હોય બપોરે જમ્યા બાદ તે રૂમમાં આરામ કરવા માટે ગઈ હતી અને ત્યાં તેને રૂમમાં પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું છે આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.  
#મોરબી #morbi 






Latest News