વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત

મોરબીની રવિરાજ ચોકડી પાસે ગુરુ ગોવિંદ ટાટાના શોરૂમ પાસે ટ્રકના ટાયરમાં યુવાન હવા ભરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટાયર ફાટ્યું હતું જેથી યુવાનને શરીરે ગંભીર જાઓ થઈ હતી અને તે યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં આવેલ રવિરાજ ચોકડી પાસે ગુરુ ગોવિંદ ટાટાના શોરૂમ નજીક રહેતો અનુજ રાધાકિશન નાગર (34) નામનો યુવાન ગઈકાલે રાત્રિના પોણા દાસ વાગ્યાના અરસામાં ટ્રકમાં ટાયરની અંદર હવા ભરી રહ્યો હતો દરમિયાન અચાનક ટ્રકનું ટાયર ફાટવાના કારણે યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના બિલિયાળાના રહેવાસી પ્રવિણસિંહ જાડેજા (40) નામનો યુવાન બાઇક લઈને સામખયારી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઈક સાથે ભૂંડ અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

કચ્છના લાકડીયા ખાતે ખરાવાડ વિસ્તારમાં રહેતા નવીનભાઈ ખીમાભાઈ કોળી (28) નામનો યુવાન બાઇક લઈને વાડીએથી લાકડીયા જોતો હતો ત્યારે રસ્તામાં કાર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. #મોરબી #morbi 




Latest News