ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ
SHARE
ટંકારા તાલુકા પોલીસે 1390 કિલો ચોરાઉ એલ્યુમિનિયમના જથ્થા સાથે એક આરોપીને પકડ્યો, 9.29 લાખનો મુદામાલ કબ્જે: ત્રણ આરોપીની શોધખોળ
ટંકારા તાલુકામાંથી જુદી જુદી બે જગ્યાએથી વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરવામાં આવી હતી જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બે ફરિયાદો નોંધાઈ હતી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને હાલમાં ટંકારા તાલુકા પોલીસે ચોરીમાં ગયેલા વાયર પૈકી વાયર અને ઢાળિયા એમ કુલ મળીને 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો અને તે ઉપરાંત મોબાઈલ અને બોલેરો ગાડી સહિત કુલ મળીને ₹9,29,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડ્યો છે જોકે ત્રણ આરોપીઓને પકડવાના બાકી હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા દિવસોમાં એલ્યુમિનિયમના વાયરની ચોરીની ઘટનાઓ વધી રહી હતી દરમિયાન ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાવડી ગામ નજીક અરણેશ્વર ફીડરના બીજ વાયરોમાંથી 1800 મીટર વીજ વાયર તથા બીજા બનાવમાં મીતાણા, હીરાપર અને સરાયા ગામની સીમ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ મળીને 7240 મીટર એલ્યુમિનિયમનો વાયર ચોરી કરવામાં આવ્યો હતો તથા વીજ વાયરોને નુકસાની કરવામાં આવી હતી જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
દરમ્યાન ટંકારા પોલીસે ભંગારના ડેલાઓ ઉપર વોચ રાખી હતી અને ભંગારના ડેલા ચેક પણ કર્યા હતા. તેવામાં ટંકારા તાલુકા પોલીસની ટીમ છત્તર અને વાછકપર રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોલેરો ગાડી નંબર જીજે 3 બીડબલ્યુ 3157 ત્યાંથી પસાર થઈ રહી હતી તે બોલેરો ગાડીમાં એલ્યુમિનિયમના વાયર મળી આવેલ હતો જેથી ગાડીના ચાલકની પાસેથી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા અને યુક્તિપ્રયુક્તિથી તેની પૂછપરછ કરવામાં આવતા સાવડી વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવી હતી તેની કબુલાત બોલેરોના ચાલકે આપી હતી જેથી પોલીસે આરોપી કિશન મોહનલાલ ગુર્જર (26) રહે. ડિડવાના તાલુકો આમેટ રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા
ત્યાર બાદ આરોપીની વિશેષ પૂછપરછ કરવામાં આવતા મીતાણા, હીરાપર અને સરાયા ગામ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી જે એલ્યુમિનિયમના વાયરની ચોરી થઈ હતી તેનો પણ ભેદ ઉકેલાયો હતો અને એલ્યુમિનિયમના વાયર ભઠ્ઠીમાં સળગાવીને તેના ઢાળિયા બનાવવામાં આવ્યા હતા અને છત્તર-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં સંતાડીને મૂક્યા હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે હાલમાં પકડાયેલા આરોપી પાસેથી એલ્યુમિનિયમના વાયર તથા ઢાળીયા મળીને કુલ 1390 કિલો એલ્યુમિનિયમનો જથ્થો કબજે કર્યો છે
આ ઉપરાંત 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 929,750 ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં હજુ કિસન આસારામ ગુર્જર રહે. પિથા કા ખેરા ગામ તાલુકો દેવગઢ રાજસ્થાન, કૈલાશસિંહ જીવરાજસિંહ રાવત રહે. હાલ ટંકારા મૂળ રહે રાજસ્થાન તથા શ્રવણસિંહ રહે. રાજસ્થાન વાળાના નામ ખુલ્યા હોય તે ત્રણેય આરોપીઓને પકડવા માટેની તજવી ચાલી રહી છે આ કામગીરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી