મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા


SHARE







અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી દ્વારા સુરતમાં સંગઠન ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો: દેશના વિવિધ રાજ્યોમાંથી સભ્યો સભામાં આવ્યા

સુરતના આંગણે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વ પૂર્ણ સંગઠન વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના ઉત્થાન અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવ્યો હતો, સાથે જ સમાજમાં ચાલી રહેલી આંતરિક ખેચતાણ અંગે કુંવરજી બાવળિયાએ આકરા પ્રહારો કર્યા હતા.

બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે હાલમાં કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજની એકતા લને ખંડિત કરવાનો અને સંગઠનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે સમાજની ગરિમા સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણ છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવી આવા તત્વોથી સમાજને સાવચેત કરવાનો હતો. સમાજનું હિત સંગઠનમાં છે, પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાને પ્રમુખ ગણાવી ભ્રમણ ફેલાવે છે. કોળી સમાજે આવા તત્વોથી સાવધ રહેવાની જરૂર છે.

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલા, સાંસદ ઉમેશભાઈ કોળી પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જિજ્ઞાસાબેન મેર અને લગભગ બારેક જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીયા સુરત ખાતે મળવાનું થયું હતું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. 

ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને મારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે એ સ્થિતિમાં કામ કરશે, પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું છે તેના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું હતું.






Latest News