મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો


SHARE







મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ખેલદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાની મજબૂત ટીમ તૈયાર કરવા માટે નાની વાવડી ખાતે આવેલ સરદાર સ્ટેડિયમમાં ભવ્ય પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પસંદગી કેમ્પમાં  મોરબી જિલ્લાના ખૂણેખૂણેથી શિક્ષક ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવવા હાજરી આપી હતી. જેમાં મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર વિસ્તારના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. મેદાન પર શિક્ષકોની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વ્યાવસાયિક ખેલાડીઓ જેવો જ જોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા અને ટુર્નામેન્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પસંદગી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે વાવડી ખાતે ખાસ ટેનિસ ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ રમત સાથે ઉત્સવની પણ ઉજવણી કરી હતી.પસંદગી સમિતિના તુષારભાઈ બોપલીયા અને નરેશભાઈ જગોદણા દ્વારા ખેલાડીઓના ફોર્મ અને કૌશલ્યને આધારે અંતિમ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લા વતી મેદાને ઉતરશે.






Latest News