મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો


માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામે હોળીની રાત્રે નાળિયેરની યુવાન સહિતના લોકો રમત રમી રહ્યા હતા ત્યારે અલ્ટો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા યુવાન સહિતનાઓને ગાળો આપીને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોઘાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મિતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (25) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુસુફ ઉર્ફે ભાણો સંધવાણી રહે. ખીરઈ, કાસો સામતાણી રહે. ચીખલી અને જુસબ રહે. ખીરઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તા 1/3 ના રોજ રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદો હોળીનો તહેવાર હોય નાળિયેરની રમત રમતા હતા ત્યારે આરોપીઓ અલ્ટો ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો તથા ધમકી આપીને ગાડી લઈને જતા રહેલા હતા જેથી ફરિયાદી તથા સાહેદો તેની પાછળ જતા આરોપીઓએ સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી લઈ જી.કે. હોટલના ગ્રાઉન્ડમાં ઉભા હોય ત્યાં ફરિયાદી અને સાહેદો વાતચીત કરવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે યુસુફએ છરી બતાવીને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઝઘડો કરવા ઉશ્કેરીની જનક વર્તન કર્યું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News