વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત


SHARE











મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત

મોરબી નજીક આવેલા અજંતા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધ પથારીવસ હોય કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીના પાવડીયારી નજીક આવેલ કારખાનામાં રહેતા યુવાનને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવારમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાનાના લેબર ક્વાર્ટર માં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકિયા (60) નામના વૃદ્ધનું 19 વર્ષ પહેલાં એકસીડન્ટ થયું હતું અને તેઓ પથારીવસ હતા દરમિયાન ગઈકાલે કોઈ કારણોસર તેઓનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક અલાસ્કા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ (39) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે તેને એકદમ પેટમાં દુખાવો ઉપડ્યો તો જેથી કરીને મહેન્દ્રભાઈ તેને સારવાર માટે લઈને આવી રહ્યા હતા દરમિયાન હોસ્પિટલે પહોંચ્યા ત્યાં યુવાન મૃત હાલતમાં પહોંચ્યો હોય આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News