મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ


SHARE







હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે શરૂ થયેલ બોલાચાલીમાં તલવાર વડે માર મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બંને પક્ષના લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

વાંકાનેરના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (23)હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના મિયાણી ગામ પાસે ફરિયાદી તથા જશવીરસિંધ અને ગુરુમુખસિંગ ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપી કિર્તીનસિંધે ફરિયાદી તથા સાહેદોને અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદીને કપાળના ભાગે કિર્તીનસિંધે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જ્યારે જશવીરસિંધને બલદેવસિંધે કપાળના ભાગે તલવાર મારીને ઇજા કરી હતી તો ગુરુમુખસિંને પ્યારસિંઘે લાકડાના ધોકા વડે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીને હરમીન્દરસિંઘએ કપામાં માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ ફરિયાદી અને સાહેજસવીરસિંને કપાળના ભાગે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

આ બનાવમાં સામાપક્ષેથી હળવદના ટીકર રોડ ઉપર આવેલ ગંગાનગરમાં રહેતા હરમીન્દરસિંઘ પ્યારસિંઘ ટાંક (27)એ જશબિરસિંધ, ગુરમુખસિંધ ચિમનસિંધ, નારણસિંધ, જગજીતસિંધ, મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ અને ઓમકારસિંધ રહે. બધા વાંકાનેર અને હરિસિંધ રહે. ખંભાત વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદો મિયાણી ખાતે કામ અર્થે ગયા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને સાહેને જોગિન્દર સામે કરેલ કેસ પાછો ખેંચી લો નહીંતર જાનથી મારી નાખવા પડશે તેવી ફરિયાદી તથા સાહેદને ધમકી આપી હતી ત્યારે ફરિયાદ અને સાહેદોએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારે સાહેને ગુરમુખસિંઘને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ બીજી ગાડીમાં અન્ય ચાર આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને કેસ પાછો ખેંચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને સાહેને ગાળો આપતા હતા જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદી તથા જોગીન્દ્રસિંહને ઢીકાપાટુનો મારમારીને જા કરી હતી જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News