મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE







મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં,દારૂના ગુનામાં ત્રણની અટકાયત

મોરબી નજીકના શનાળા ગામે તેમજ બહાદુરગઢ ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલા નવ લોકોને સારવાર માટે લઇ જવાયા હતા. બહાદુરગઢ ગામે મિનરલના કારખાના પાસે થયેલ મારામારીમાં ઇજા પામેલ માંગીલાલ રામશેર વસુનીયા-25, લક્ષ્મણ કૈલાશ ડાભી-25, અખીલેશ જાગેશ્ર્વર જાટવ-19, અવનેશ અનિલ વર્મા-19 અને કૈલાશ જાગેશ્ર્વર જાટવ-19ને ઇજાઓ થતાં અત્રેની સિવિલે સારવારમાં લવાયા હતા. જ્યારે શનાળા ગામે થયેલી મારામારીમાં ત્યાં રહેતા અજય શ્રીકાંત ચૌહાણ-23, ગોવિંદ છતર તડવી-20, અજય સતરભાઇ-18 અને સુઇબેન અભય પરમાર-22ને ઇજાઓ થતાં તમામને સિવિલે ખસેડાયા હતાં.

મહિલા સારવારમાં 
મોરબી વાવડી રોડ ખાતે રહેતા તનજબેન સીદીક ખોલેરા-22 નામની મહિલા દવા પી જતાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે લીલાપર રોડ યદુનંદન ગૌશાળા પાસે રહેતા સિધ્ધરાજસિંહ છેડાલાલ ચૌધરી-28 નામના યુવાનને જેલચોકમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઇ જવાયો હતો. જ્યારે વાવડી રોડ દરગાહ પાસેથી નીકળેલા યુસુફભાઇ અલ્લારખા સંઘવાણી રહે. વાડા વિસ્તાર જુના રેલવે ફાટક પાસે માળીયા મીં.ને પોલીસે એક બોટલ દારૂ કિંમત રૂા.300 સાથે પકડી કાર્યવાહી કરી હતી.

દારૂમાં અટકાયત
મોરબી નાની બજારમાંથી પકડાયેલ 588 બોટલ દારૂના કેસમાં એ-ડીવીઝન પોલીસે જીજ્ઞેશ ટોડા ભરવાડ-27, રહે. નવલખી રોડ રેલવે કોલોની પાસે સામે અટકાયતી કાર્યવાહી કરી હતી અને ધર્મેશ દાના જારીયા બોરીચા-37, રહે. તુલસીપાર્ક કંડલા બાયપાસ, મોરબી મુળ રહે. રવાપર મોરબીની પણ દારુના કેસમાં અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
ગ્રીન ચોક પાસે રહેતા પરબીસભાઇ હમીરભાઇ સવાણી-54 નામના આધેડ વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઇ જતાં સારવારમાં મંગલમ હોસ્પીટલે લઇ જવાયા હતા. જ્યારે ટંકારા આર્ય વિદ્યાલય પાછળ આવેલ લેટસ પોલીપેક પાસે રહેતા આશિષ રામવીરભાઇ-18 નામના યુવાનને દસેક લોકોએ ઢીકાપાટુ વડે માર મારતા ટંકારા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લવાયો હતો.જ્યારે વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા કમલેશ સુરેશભાઇ મેર-30 ને ગામના રામાપીર મંદિર પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોરબી લવાયો હતો. હળવદના ઇશ્ર્વરનગર ગામે ધવલભાઇ  પટેલની વાડીએ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા નિલાબેન દેસાઇ-40 ને હળવદ બાદ વધુ સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવ્યા હતા






Latest News