મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો


SHARE







મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો

 

મોરબી પોલીસ દ્વારા જુદા-જુદા બનાવમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં દારૂના ગુનામાં ફરાર આરોપી અને દુષ્કર્મના ગુનામાં પેરોલ ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલ આરોપીને પકડવામાં આવ્યા હતા.તેમજ ચોરીના ગુનામાં ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપીને પકડવામાં આવ્યો હતો.તેમજ દારૂના ગુનામાં એક ઇસમને પાંચ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબીમાં કચ્છ-મોરબી રેંજ આઇજી ચિરાગ કોરડીયાની સુચનાને પગલે એસપી મુકેશ પટેલ દ્વારા સ્ટાફને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા ૧૧ માસથી ફરાર આરોપીને તાલુકા પોલીસે પકડી પડ્યો છે.તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી રણજીત મેવાસિંહ રાવત રાજપુત (૨૭) રહે.જગમાલપુરા માલકીયા બાડીયા થાના સેંદડા તાલુકો રાયપુર જિલ્લો બ્યાવર (પાલી) રાજસ્થાન વાળો ૧૧ માસથી ફરાર હતો અને તાલુકા પીઆઇ ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તેને મોરબીના લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન પાસે હોવાની બાતમી મળતા ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીમાં વર્ષ-૨૦૨૧ માં બનેલ ચર્ચાસ્પદ દુષ્કર્મના ગુનાનો મુખ્ય આરોપી કે જે વચગાળાના જામીન ઉપર છૂટ્યો હતો.તે છેલ્લા દશ માસથી ફરાર હતો.તેને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવતા તેને પકડીને જેલ હવાલે કરાયેલ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં જે તે સમયે મોરબી સબજેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદી આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (૪૯) રહે.લજાઈ તા.ટંકારા જી.મોરબીને હાઇકોર્ટ દ્વારા વચગાળાના જામીન આપી પેરોલ ઉપર તા.૪-૧૦-૨૫ ના સાત દિવસ માટે જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.જેથી મોરબી સબ જેલ ખાતે તા.૧૨-૧૦-૨૫ ના રોજ તેણે હાજર થવાનું હતુ.પરંતુ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા પેરોલ જમ્પ કરીને જેલ ખાતે હાજર થયેલા ન હોય અને ફરાર થયા હોય પેરોલ ફર્લો સ્ટાફ દ્રારા બાતમીના આધારે આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને તેના ઘરેથી પકડીને મોરબી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

તેમજ મોરબી જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ૧૩ જેટલી વાહન ચોરી, દારૂ અને ગેરકાયદેસર હથિયાર સહિતના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને મોરબી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વાંકાનેર તાલુકામાંથી ચોરી કરવામાં આવેલા બાઈક સાથે પકડી પાડ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ૧૩ જેટલી વાહન ચોરીમાં સંડોવાયેલા તેમજ ગેરકાયદેસર હથિયાર સંબંધી તેમજ દારૂ સંબંધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઈસમને એલસીબીના સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કલોત્રા તથા ભગીરથસિંહ ઝાલા દ્વારા બાતમીના આધારે રવિરાજ ચોકડી પાસેથી આરોપી અસગર રમજાન મોવર મિંયાણા (૨૬) રહે.કાજરડા તા.માળીયા મિંયાણાને અટકાવ્યો હતો તેની પાસે રહેલ બાઈક ચોરાઉ હોય અને તે બાઇક તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલું હોય રૂપિયા ૫૦ હજારની કિંમતના હોન્ડા સાઇન બાઇક સાથે રીઢા ગુનેગાર અસગર મોવરને પકડીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે બી ડિવિઝન વિસ્તારમાં અનેક વખત પોલીસ ચોપડે દેશી દારૂના વેચાણ સંદર્ભે સંડોવાયેલ ઈસમ સામે તંત્ર દ્વારા હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને તે પ્રાંત અધિકારી સમક્ષ મૂકવામાં આવતા પ્રાંત અધિકારી દ્વારા દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા દિનેશ બાબુભાઈ ચૌહાણ રહે.મોરબી-૨ સામાકાંઠે બોધ્ધનગર મફતપરા વિસ્તાર નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ને હાલમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને જામનગર એમ પાંચ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવા હુકમ કરવામાં આવ્યો હોય આરોપીને મોરબી જિલ્લા ખાતેથી હદપાર કરવામાં આવ્યો હતો.તેમ મોરબી બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાએ જણાવ્યું હતું.






Latest News