મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા


SHARE





ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા

ટંકારા તાલુકામાં ગઇકાલે સદા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજી નદીમાં પાણી આવી જવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે ટંકારા નજીકના સખપર ગામે ધેનથી તાવો કરવા માટે આવેલ છ વ્યક્તિ પાણી આવી જવાથી ફસાયા હતા જેથી કરીને મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા

ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે થાનથી છ લોકો તાવો કરવા માટે આવ્યા હતા ત્યારે પુરના પાણીમાં આવી જવાથી તે લોકો મંદિરે જ ફસાયા હતા જેની પોલીસે અને તંત્રને જાણ કરવામાં આવી હતી બાદમાં મોરબી પાલિકાની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવની કામગીરી શરૂ કરી હતી જો કેપાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ શક્ય ન હતું જો કેરાત્રીના એક વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થવાની સાથે જ મંદીરે ફસાયેલા છ લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમારબ્લોચભાઈ સહિતના કર્મચારીઑ દ્વારા કરવામાં આવી હતી 




Latest News