મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હોલમાં યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો


SHARE







મોરબીના ટાઉન હોલમાં યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચાનો કાર્યક્ર્મ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થયા બાદ સમગ્ર ગુજરાત જ્યારે યોગમય બની રહ્યું છે ત્યારે યોગમય ગુજરાત અંતર્ગત ઘરે ઘરેશેરીએ શેરીએ તેમજ ગામડે ગામડે યોગ પહોંચે તેવા પ્રયાસ થય રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લો યોગમય બને તેમજ યોગના નિયમિત અભ્યાસ દ્વારા લોકો શારીરિક રોગો તથા માનસિક વિકારો દૂર કરી સુખશાંતિનો અનુભવ કરે તેવા પ્રયાસો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ યોગ કોચ વાલજી પી. ડાભી કરી રહ્યા છે. અને તેમને તાલીમ આપેલ યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા  મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે રાખવામા આવી હતી

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુસુમબેન પરમાર (નગરપાલિકા પ્રમુખ),  મનોજભાઈ ઓગણજા (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ)વિજયભાઈ જોબનપુત્રાભારતીબેન રંગપરીયા (પતંજલી)ચિંતનભાઈ ત્રિવેદી (સિનિયર યોગ કોચ રાજકોટ)ભીમજીભાઈ અઘારામહેશભાઈ ભોરણિયા (માતૃભૂમિ વંદના ટ્રસ્ટ)કમલેશભાઈ બોરીચા (વિશ્વ હિન્દુ પરિષદ) તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓએ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ હસ્તે યોગ કોચ અને યોગ ટ્રેનરને  પ્રમાણપપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ યોગ કોચ અને ટ્રેનર દ્વારા માર્ચ થી સપ્ટેમ્બર સુધીમાં મોરબી જિલ્લામાં ૨૫૦૦ કરતા વધારે યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાઓને યોગની તાલીમ આપેલ છે. અને યોગ ટ્રેનર કે સાધક તરીકે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે યોગ કોચ વાલજી પી.ડાભી (મો. ૯૫૮૬૨ ૮૨૫૨૭) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News