હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા


SHARE









ટંકારા તાલુકાનાં સખપર ગામે પાણીમાં ફસાયેલા ૬ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા

ટંકારા તાલુકામાં ગઇકાલે સદા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજી નદીમાં પાણી આવી જવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે ટંકારા નજીકના સખપર ગામે ધેનથી તાવો કરવા માટે આવેલ છ વ્યક્તિ પાણી આવી જવાથી ફસાયા હતા જેથી કરીને મેલડી માતાના મંદિરે ફસાયેલા છ લોકોને પાણી ઓસરવાનું શરૂ થયું ત્યાર બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા

ટંકારાના સખપર ગામે આવેલ મેલડી માતાના મંદિરે થાનથી છ લોકો તાવો કરવા માટે આવ્યા હતા ત્યારે પુરના પાણીમાં આવી જવાથી તે લોકો મંદિરે જ ફસાયા હતા જેની પોલીસે અને તંત્રને જાણ કરવામાં આવી હતી બાદમાં મોરબી પાલિકાની ટીમે ઘટનાસ્થળે જઈને બચાવની કામગીરી શરૂ કરી હતી જો કે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ શક્ય ન હતું જો કે, રાત્રીના એક વાગ્યાના અરસામાં પાણીનો પ્રવાહ ઓછો થવાની સાથે જ મંદીરે ફસાયેલા છ લોકોને ટંકારા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતા. આ કામગીરીમા ટંકારાના પીએસઆઇ બી.ડી. પરમાર, બ્લોચભાઈ સહિતના કર્મચારીઑ દ્વારા કરવામાં આવી હતી 




Latest News