મોરબી જીલ્લાના દસમાથી બંગાવડી ડેમાં ઓવરફ્લો: મચ્છુ ૧, ડેમી ૧,૨ અને ૩ માં ૬ થી ૧૩ ફૂટ નવા નીરની આવક
મોરબી જિલ્લામાં સોમવારે અડધાથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ
SHARE








મોરબી જિલ્લામાં સોમવારે અડધાથી લઈને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ
મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોમવારે આખા દિવસમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધા થી લઈને સાડા ત્રણ જેટલો વરસાદ પડ્યો છે અને હાલમાં પણ વરસાદી માહોલ છે ત્યારે મેઘરાજા હજુ પણ મન મૂકીને મોરબી જિલ્લા ઉપર મહેર કરે તેવું લોકો અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે
મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ટંકારામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જો કે, હળવદમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણા બે ઇંચ, માળીયામાં સવા ઇંચ અને મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જો મોસમના કુલ વરસાદની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી ૩૬૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૪૦૨ મીમી, હળવદ તાલુકામાં ૩૮૧ મીમી, ટંકારા તાલુકામાં ૫૪૫ મીમી અને માળીયા તાલુકામાં ૨૫૮ મીમી વરસાદ નોંધાયો છે

