અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે


SHARE





વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે

વાંકાનેર તાલુકાના લાલપર ગામેથી બે દિવસ અગાઉ ચોરાયેલી સીએનજી રીક્ષાનો ભેદ ઉકેલવામાં વાંકાનેર સીટી પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસે ખાનગી બાતમીના આધારે મોરબીથી વાંકાનેર તરફ આવતા એક શખ્સને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પૂર્વે વાંકાનેર લાલપર ગામેથી એક સીએનજી રીક્ષાની ચોરી થઇ હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ રીક્ષા ચાલક મોરબીથી વાંકાનેર તરફ આવી રહ્યો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ રીક્ષાને અટકાવી હતી અને ચાલકની સઘન પૂછપરછ કરી હતી.પોલીસની કડક પૂછપરછમાં આરોપી સોહિલ સતારભાઇ દલ (રહે. મકાન નં.210, પ્રધાનમંત્રી આવાસ, દલવાડી સર્કલ, મોરબી અને મુળ રહે. કલ્યાણપર, તા. ટંકારા) એ પોતે જ આ રીક્ષા ચોરી હોવાની કબુલાત આપી હતી. આરોપીની કબુલાત બાદ પોલીસે રૂા.50 હજારની કિંમતની એક બજાજ ઓટો સીએનજી રીક્ષા કબજે કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઇ વી.એસ. સિંધવના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્ર્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઇ રંગપરા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.




Latest News