ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ


SHARE





મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા સામાજિક સેવાના વધુ એક ઉપક્રમ અંતર્ગત પાડા પુલ નીચે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને ૧૦૦ જેટલા ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક પરિવારો આજે પણ રસોઈ બનાવવા માટે અપૂરતી અને અસુરક્ષિત વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોય છે.આવા પરિવારોને સરળતાથી ભોજન બનાવી શકે તે હેતુસર આ ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આ સહાય બદલ આનંદ વ્યક્ત કરી હતી.

આ પ્રોજેક્ટ માટે સાધનાબેન ઘોડાસરા, કાજલબેન અદ્રોજા તથા ચંદાબેન કાબરાએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. ઉપરાંત બી ડિવિઝન સ્ટાફનો પણ સમગ્ર આયોજન અને વિતરણ પ્રક્રિયામાં નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી પરિવારોને ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ઉપયોગી સહાય પહોંચાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.આ કાર્યક્રમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં નાની પરંતુ મહત્વપૂર્ણ મદદ પહોંચાડવામાં સફળતા મળી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતુ.




Latest News